RSS

Daily Archives: September 4, 2011

છોકરો+છોકરી+રજા+મજા ;)

ઈન્ટરનેટના સમંદરમાં ડૂબકી મારો એટલે અફાટ ખજાનામાંથી જાતભાતના રંગબેરંગી રત્નો-મોતીઓ જડી આવે…જીવતર ખૂટે, પણ આ ખજાનો ઉલેચ્યો ના ખૂટે ! આ અક્ષયપાત્ર તો જાદૂગરની ટોપી જેવું…કંઇકનું કંઇક નીકળ્યા જ કરે! આપણા કહેવાતા આધ્યાત્મિક સંતો-મહંતોને નામ-દામનો મોહ છૂટતો નથી. પણ આ ડીજીટલ રાત્નાકારમાં તો પોતાના નામ કે એ માટેના વળતરની કોઈ ચિંતા કર્યા વિના ‘બહુજન હિતાય, બહુજન સુખાય’ જ્ઞાન અને મનોરંજનની પરબ માંડીને લાખો જુવાનિયાં બેઠા છે…જે પોતાની ક્રિએટીવીટી મફતમાં રમતી મુકીને ગેબમાં ગાયબ થઇ જાય છે!ખરા અલખના આરાધકો !

મેઇલ્સમાં આમતો ડાયાબિટીસ થઇ જાય એટલી બધી ડાહીડમરી શિખામણોના પીપીટી સ્લાઈડ શોઝ આવતા હોય છે. પણ મારી એક દિલોજાન દોસ્તે આ એક પ્રેમગેઈમનો  ‘નમકીન’ સ્લાઈડ શો વર્ષો પહેલા ચેટમાં મોકલાવ્યો, ત્યારે બહુ બધી મજા પડેલી, પેલી બોરિંગ ફિલસુફીને બદલે આ માધ્યમના ખરા રસિક ઉપયોગને જોઈને !રવિવારની રજાએ અચાનક એક ફોલ્ડરની બેવડમાંથી એ સરી પડ્યો ! (હવે ૨૧મી સદીના ગાલિબો પાસે ચંદ ખત/ખતૂત નહિ પણ સેવ્ડ ફાઈલ્સ મળી આવશે હસીનાઓ ની ! 😀 ) એકદમ રાપચીક ફ્લોચાર્ટ છે! એનું શીર્ષક એ બરાબર સાર્થક કરે છે. બેસ્ટ એવર જ છે. કોર્પોરેટ વર્લ્ડના બોરિંગ લીડરશીપ/મોટીવેશન/પ્રોફિટ/હ્યુમન રિસોર્સ ફ્લોચાર્ટ જોઈને થાક્યા હો તો એ થાક ઉતારી દે તેવો. સુસ્તી હટાવી, મસ્તી લાવે એવો! અને ટીનેજર્સ માટે તો પાઠયપુસ્તકોમાં શોધ્યો ના મળે એવો અગત્યનો ‘કોર્સ ઓફ રોમાન્સ’ પણ એ શીખવાડી જાય છે. ડીજીટલ મીડિયા વિના એક ચિત્ર તરીકે કે લેખ તરીકે આ કદી સમજાવી શકાય કે સર્જી શકાય એવો નથી. માટે આ ખરા અર્થમાં જિંદગીમાં ઉમેરાયેલા સાઈબરસ્પેસના ચોથા પરિમાણની ય સાબિતી છે. જો અગાઉ જોયો હોય, તો આ લવલેસન ફરી માળાના જપની જેમ પાક્કું કરવા જેવું છે, ને ના જોયો હોય તો કરો ક્લિક, ને માણો મોજ ! સન્ડે ઇવ પર ડેટિંગના મૂડમાં હો તો બડે ‘કામ’ કી ચીજ હૈ  😉
*
*
*
*
*
*
*


BestflowchartEVER

 
36 Comments

Posted by on September 4, 2011 in entertainment, fun, romance, youth