RSS

Daily Archives: September 11, 2011

ઈરોટિક કેપિટલ ;)

અગાઉ આ બ્લોગમાં સ્પષ્ટતા કરી ચુક્યો છું કે આ બ્લોગને સભાનતાપૂર્વક તરત છપાતા લેખોનું સંગ્રહસ્થાન નથી બનાવવું. પણ ઈન્ટરનેટના માધ્યમની ખરી શક્તિઓ ઉપયોગમાં લઇ પ્રસંગોપાત  છપાતાં લેખોના ‘એક્સટેન્શન’ રૂપે એનો સદુપયોગ કરવો છે.

આજે છપાયેલા અને રીડરબિરાદરોને નેચરલી ખૂબ ગમેલા બ્યુટી ઉપરના લેખમાં મને ગમતી બે રૂપસુંદરીઓની તસવીર મૂકી છે. મને ગમતી કિમ કાર્દેશિયન અને  જેમા એટકિન્સનની. આવા સમયે મારા શોખ હસીનાઓની તસવીરના જંગી રંગીન કલેક્શનમાંથી કઈ પસંદ કરવી એની મીઠી મુંઝવણ થાય. પ્રિન્ટીંગના ટેકનીકલ પરિબળો / સ્પેસ – લેખની થીમ અને ટાર્ગેટ ઓડિયન્સ જેવા પરિબળો ધ્યાનમાં લઇ ફાઈનલી આ ફોટો કોલાજ કરીને મોકલ્યો- જે આજે છપાયો …

પણ આ ફાઈનલ કરતા પહેલા કિમ (ડાબે) અને જેમા (જમણે)ના બીજા ઘણા ફોટા રનર-અપ તરીકે ક્લોઝ કોમ્પિટીશનમાં હતા ! ચાલો, એમાંના થોડાક(બધા નહિ :P)ની ઝલક માણીએ….:-”

પહેલા કિમ.

શ્વાસ હેઠો બેઠો હોય તો હવે ગેમા… 😉

જેમા એટકિન્સન તો મારી ઓલ ટાઈમ પર્સનલ ફેવરિટ રૂપસુંદરીઓમાં TOP TENમાં આવે. ભારતીય મંદિરોના શિલ્પોની પ્રાચીન કોઈ અપ્સરા જાણે બ્રિટનમાં જન્મી હોય એવું લાગે. માસુમ મુખડું , મારકણું બદન – લીથલ હોટ કોમ્બિનેશન ! રસ ધરાવતા (કે ટપકાવતાં!) blogbuddies માટે એનું મારાં લેપટોપ માટે ફોટોશોપમાં બનાવેલું એક વાઈડસ્ક્રીન વોલપેપર…તદ્દન મફત ! (ભૈ, ઈન્ટરનેટની મફત પરબમાંથી ભરેલી આ પ્યાલીઓ પ્યાસીઓને પીરસીને  આપણે તો ફક્ત આંગળી ચીંધ્યાનું પુણ્ય મેળવીને જ કોલર ઉંચા રાખવાના છે ને ! lolllzzzzzzzz )

સ્ત્રીનું સુંદરતાનું એવું છે કે એ (નોર્મલ) પુરુષોને તો અહોભાવથી નિરખવી ગમે જ, સ્ત્રીઓને પણ (ઈર્ષાભાવથી?) નિહાળવી ગમે ! માટે મેન્સ મેગેઝીન હોય કે વિમેન્સ મેગેઝીન..કવર પર તો અનકવર્ડ બ્યુટીઝ જ હોવાની ! 😀 વળાંકો જેટલા વધુ, એટલી અકસ્માતની શક્યતા વધુ…રસ્તા હોય કે રમણી 😉

ખાસ નોંધ : જે કોઈ જીંદા લાશ ને આવું જોવું ના ગમે એણે આંખો મીંચી લેવાની કે ખુલ્લી રાખીને  આ બ્લોગ પરના અન્ય ગંભીર લેખો ક્લિક કરવાની છૂટ હું ના કહું તો ય છે જ ! =))

do chaman, make maja 🙂

#સુધારો : રીડરબિરાદર મીનલ બુચનો ધ્યાન ખેંચવા બદલ આભાર કે બ્રિટનમાં gemma નો ઉચ્ચાર ‘ગેમા’ નહિ, પણ ‘જેમા’ થાય છે. એ માટે દિલગીરીસહ અપડેટ કરી લીધું છે. જો કે દીલ્લગીની વાત એ છે કે વડોદરાનું બરોડા જેટલો સમય (ને હજુ પણ ) બ્રીટીશરો રાખે છે, એની સરખાણીમાં આ ગોટાળો બહુ ઓછા સમય પુરતો રહ્યો . lolzzz . just kidiing.

 
40 Comments

Posted by on September 11, 2011 in entertainment, fun, youth